નારણપુરા વિસ્તારમાં આવેલા સરદારપટેલ નગરમાં ૨૦૦ લોકોને ફુડપોઈઝનીંગના મેસેજથી તંત્ર દોડતુ થયું
મ્યુનિ.ની ટીમે સ્થળ તપાસ કરતા વાઈરલ થયેલો મેસેજ ફેઈક જણાયો
અમદાવાદ,શુક્રવાર,4 ઓકટોબર,2024
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ નગરમાં ૨૦૦
લોકોને ફુડપોઈઝનીંગની અસર થઈ હોવા અંગેનો મેસેજ સોશિયલ મિડીયામાં વાઈરલ કરાતા
મ્યુનિ.તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફુડ વિભાગની ટીમે
સ્થળ તપાસ કરતા મેસેજ ફેઈક જણાયો હતો.
નારણપુરા વિસ્તારમાં આવેલા સરદારપટેલ નગરમાં કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પછી આપવામાં આવેલા નાસ્તાના કારણે ૨૦૦થી વધુ લોકોને
ફુડ પોઈઝનીંગ થયુ હોવા અંગેનો મેસેજ સોશિયલ મિડીયામાં વાઈરલ કરાતા શુક્રવારે
મ્યુનિસિપલ કોર્પોરેશનની ફુડ વિભાગની ટીમો સ્થળ તપાસ માટે પહોંચી હતી. મ્યુનિ.ના
એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહયુ, સરદાર પટેલ
નગરમાં કુલ ૨૮ બ્લોકમાં ૧૬૮૫ ફલેટ આવેલા છે. ગુરુવારે રાત્રિના સમયે નવરાત્રિ
મહોત્સવ દરમિયાન દિલ્હી ચાટનો નાસ્તો રાખવામા આવ્યો હતો. જે માટે ૩૭૦૦થી વધુ કૂપન
આપવામા આવી હતી.ફુડ વિભાગ તરફથી સ્થળ ઉપર મેડીકલ વાન મોકલી સર્વે કરાતા ફુડ
પોઈઝનીંગના કારણે એકપણ વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હોય એવુ જણાઈ આવ્યુ
નથી.