Gujarat

વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે

By GS TEAM
8 Oct 20251 min read
વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે

  અમદાવાદ,બુધવાર,8 ઓકટોબર,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમા આવેલી વી.એસ. ઉપરાંત એલ.જી.તથા શારદાબેન સહીતની હોસ્પિટલમાં રાત્રિના સમયે ચેકીંગ કરવા અધિકારીઓને ફરજ સોંપવામા આવી છે.રાતના સમયે અલગ અલગ હોસ્પિટલમાં ફરજ ઉપરના સ્ટાફ તથા દર્દીઓના સ્વજન વચ્ચે થતા ઘર્ષણના બનાવ ટાળવાનો આ પ્રયાસ હોવાનુ જાણવા મળે છે.

મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી મેડીકલ સુપ્રિટેન્ડન્ટ કક્ષાના અધિકારીથી લઈ ડેપ્યુટી ડાયરેકટર, આસિસ્ટન્ટ મેનેજર, ઈન્ચાર્જ આર.એમ.ઓ. ઉપરાંત બાયોમેડીકલ એન્જિનીયર કક્ષાના કુલ પંદર અધિકારીઓને કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલ સહીત તમામ હોસ્પિટલમા અલગ અલગ તારીખે તેમને સોંપવામા આવેલ હોસ્પિટલની રાત્રિના સમયે વિઝીટ કરી હોસ્પિટલમા કયા પ્રકારની શુ અવ્યવસ્થા છે,દર્દીઓને કોઈ હાલાકી કે મુશ્કેલી તો પડતી નથી.વગેરે બાબતનો રીપોર્ટ તૈયાર કરવા સાથે હોસ્પિટલની મુલાકાતના ફોટા કોર્પોરેશનની  એપ્લિકેશન ઉપર સબમીટ કરવાના રહેશે.