Gujarat

વડોદરા શહેરના એફસીઆઇ ગોડાઉનમાં રાખેલા અનાજના જથ્થામાં જીવડાના ત્રાસથી સ્થાનિકોનો હોબાળો

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં રાખવામાં આવેલા અનાજના જથ્થામાં લાલ જીવડા સ્થાનિકોના ઘરમાં ઘૂસી જવા સહિત આંખમાં પડતા હોવાના ત્રાસથી સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના એફસીઆઇ ગોડાઉનમાં રાખેલા અનાજના જથ્થામાં જીવડાના ત્રાસથી સ્થાનિકોનો હોબાળો

Vadodara : વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં રાખવામાં આવેલા અનાજના જથ્થામાં લાલ જીવડા સ્થાનિકોના ઘરમાં ઘૂસી જવા સહિત આંખમાં પડતા હોવાના ત્રાસથી સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોની માંગ છે કે જંતુનાશક દવાના છંટકાવ તાત્કાલિક ધોરણે કરાવી લોકોને ત્રાસ મુકત કરાવવામાં આવે.

 ઉલ્લેખનીય છે કે પંડ્યા બ્રિજ પ્રિય લક્ષ્મી મિલ પાસે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું અનાજનું ગોડાઉન આવેલું છે જ્યાંથી જુદા જુદા વિસ્તારમાં અનાજનું વિતરણ કરાય છે. એફસીઆઈના આ ગોડાઉનમાં તાજેતરમાં અનાજનો મોટો જથ્થો આવ્યો છે. જેમાં લાલ જીવડા પણ આવી ગયા હોવાથી અનાજને નુકસાન પહોંચાડે છે. 

આ ઉપરાંત ગોડાઉન આસપાસ સ્થાનિક લોકોના ઘરમાં પણ આ જીવડા ઘૂસી જતા ઘરના અનાજને પણ નુકસાન કરે છે. લોકોની આંખમાં જતા જીવડાથી આખો લાલ થવા સહિત ખૂબ ખંજવાળ આવતા લોકો હેરાન પરેશાન થયા છે તેમાં ખાસ કરીને નાના બાળકો લાલ જીવડાથી ખૂબ હેરાન પરેશાન થાય છે. 

આ અંગે એફસીઆઇના ગોડાઉન એમડીને જાણ કરતા તેમણે આ ખાડા કામ કર્યા હતા અને કોઈ કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. જંતુનાશક દવા છાંટીને વહેલી તકે લાલ જીવડાને કાબુમાં લેવા માંગ કરીને એફસીઆઇ ગોડાઉન પાસે ભારે હોબાળો મચાવ્યો હતો. એફસીઆઇના અધિકારીએ લાલ જીવડાની મુશ્કેલી દૂર કરવા દવા છંટકાવ તથા અન્ય જરૂરી કામગીરી વહેલી તકે કરવાની ખાતરી આપવામાં આવી હતી.