વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ
image : Filephoto
Vadodara : વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને વર્ષોથી આ જ પરિસ્થિતિમાં લોકો ત્યાં રહી રહ્યા છે તીવ્ર દુર્ગંધ અને દેશી દારૂવાળાનો અડ્ડો બની ચુકી છે.
વડોદરાના વડીવાડી વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાના તેમજ પોતાના બાળકોને લઈને સુરક્ષાનો અભાવ જણાઈ રહ્યો છે તેઓનું કેવું છે કે દેશી પીનારા લોકો અહીંયા આવે છે ત્યારે અમારે નીચે માથું નાખીને જવું પડે છે જો કોઈ મોટી હોનાર સર્જાય તો તેનો જવાબદાર કોણ? તેવા પણ પ્રશ્નો સતાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ જ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે જેના કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ પાસે પૂરતો મેનપાવર નથી તેથી આ કામ થઈ શકે તેમ નથી.
સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે જો આ સૌચાલય કામનું ના હોય તો તેને તોડી પાડવામાં આવે જેથી આ સમસ્યાનો નિરાકરણ આવે અથવા તેવી સાફ-સફાઈ તેમજ સીસીટીવી લગાવી અહીં રહેતા લોકોની સુરક્ષા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે.