ફતેપુરાના લુહાર મહોલ્લામાં પાણી -ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
શહેરના ફતેપુરાના લુહાર મહોલ્લામાં પાણી-ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત લોકોએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી છે.
શહેરના વોર્ડ નં 6માં સમાવિષ્ટ ફતેપુરાના લુહાર મહોલ્લામાં વારંવાર ઉભરાતી ડ્રેનેજની અનેક રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, પાછલા 6 મહિનાથી અહી વારંવાર ડ્રેનેજની લાઈનો ચોકઅપ થઈ રહી છે, ડ્રેનેજ પાણી ઉભરાતા વિસ્તારમાં ગંદકી પણ થાય છે, કોર્પોરેશન અને સ્થાનિક કાઉન્સિલરને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી, ડ્રેનેજ લાઈનો ચોકઅપ થતા વિસ્તારમાં પીવાનું પાણી પણ દૂષિત મળે છે, અને તેના કારણે વિસ્તારમાં વૃદ્ધ અને બાળકોમાં બીમારીનો વાવર છે, સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.