Gujarat

રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારાતા સ્થાનિકોને હાલાકી

By GS TEAM
26 Feb 20261 min read
રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારાતા સ્થાનિકોને હાલાકી

- તોરણાના રેલવે સ્ટેશન પાસે 

- શ્વાસ અને આંખ સંબંધિત બિમારી થવાની ભીતિ, વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં

કપડવંજ : કપડવંજ તાલુકાના તોરણાના રેલવે સ્ટેશન પાસે રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારવામાં આવતા તેના ઝેરી રજકણોથી શ્વાસ અને આંખ સંબંધિત બિમારી થાય તેવી સ્થાનિકોમાં ભીતિ ફેલાઈ રહી છે. જે મામલે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. 

કપડવંજ તાલુકાના તોરણાના રેલવે સ્ટેશન પાસે રેલવે દ્વારા સિમેન્ટનો કાચો માલ ઉતારી ખાનગી કંપનીની ટ્રકોમાં ઠલવાઈ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ દરમિયાન કેમિકલ યુક્ત ઝેરી રજકણો આસપાસના વિસ્તારો અમચડી, હીરાપુરા, ઉદાપુરા, વિસ્તારમાં ફેલાતા હોવાથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકોમાં શ્વાસ અને આંખ સંબંધિત બિમારી ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. આસપાસાના વિસ્તારોની ખેતીને પણ નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે કલેક્ટર, ડીઆરઓ ઓફીસ, વડોદરા રેલવે વિભાગ તેમજ પ્રદુષણ બોર્ડને પણ રજૂ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા સિમેન્ટનો કાચો માલ ઠાલવવાની પ્રક્રિયા બંધ કરવા અને ખાનગી કંપનીઓમાં ઠલવાતા માલની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.