Get The App

જામનગર નજીકથી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીકથી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી 1 - image

Jamnagar : જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની 35 વર્ષની મહિલા કે જે ગઈકાલે કોઈ કારણસર અકસ્માતે વિજરખી ડેમમાં પડી ગઈ હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં તુરતજ કેટલાક યુવાનોએ પાણીમાં ઝંપલાવી દીધું હતું, અને તેણીને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધી હતી.

 થોડો સમય માટે તેણી બેશુદ્ધ બની હતી, અને ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને 108ની એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી.

 જે ટુકડી પણ ઘટના સ્થળે આવી ગઈ હતી, અને સોનલબેનને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેણીને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ આજે સવારે તેની તબિયત સુધારા પર આવી ગઈ હોવાથી રજા આપી દેવામાં આવી છે.