Gujarat

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વરસાદ દરમિયાન 18 કલાક સુધી વીજ વિક્ષેપ થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી

By GS TEAM
1 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 50માં પરમદિને રાત્રે 2:00 વાગ્યા બાદ ચાલુ વરસાદે શોર્ટ સર્કિટ થયું હતું, અને આસપાસના સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વરસાદ દરમિયાન 18 કલાક સુધી વીજ વિક્ષેપ થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 50માં પરમદિને રાત્રે 2:00 વાગ્યા બાદ ચાલુ વરસાદે શોર્ટ સર્કિટ થયું હતું, અને આસપાસના સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો.

વિજ તંત્રની ટુકડી મોડી રાત્રે દોડી આવી હતી, પરંતુ સમારકામ પૂર્ણ થયું ન હતું અને અંધારપટ રહ્યો હતો. ત્યારબાદ ગઈકાલે સવારથી વિજ તંત્રની ટુકડી કામે લાગી હતી, પરંતુ વિજફોલ્ટ દૂર થયો ન હતો, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વારંવાર પડી રહેલા વરસાદી ઝાપટાંની વચ્ચે 18 કલાક સુધી વિજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો, અને સ્થાનિકો રોડ- રસ્તા પર આવી ગયા હતા, અને વિજ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવીને વિરોધ પ્રકટ કર્યો હતો. જોકે મોડી સાંજે વિજ પૂરવઠો પૂર્વવત બની જતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.