Get The App

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ 1 - image

Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઈવે પર તરસાલી-જાંબુઆ વચ્ચે સ્થાનિક રહીશોએ રોડની બરાબર વચ્ચોવચ પોતપોતાના દ્વિચક્રી વાહનો આડા મૂકીને વિરોધ કરતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ અંગે કેટલાક વાહનોએ રોડ રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરતા સ્થાનિકો ચકમક ઝરી હતી. સ્થાનિકોની માંગ છે કે, આ જગ્યાએ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અંગે નિયમન થાય એ જરૂરી હોવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તરસાલીથી જાંબુવા જવાના રોડ પર સ્થાનિક લોકોએ પોતાની સલામતીના કારણોસર વિરોધ કરીને નેશનલ હાઈવે પર પોતાના દ્વિચક્રી વાહનો જાહેર રોડ રસ્તા પર આડા મૂકી દઈને ચક્કાજામ કરી દીધો છે.  ટ્રાફિક જામ થતા કેટલાક મુસાફરો સ્થાનિક લોકો સાથે ટ્રાફિક ખુલ્લો કરવા રજૂઆતો કરતા હતા. પરંતુ તમામે ભારે વિરોધ કર્યો હતો. કોઈ નેતા કે પ્રધાન આવે પછી જ અમારી રજૂઆતો બાદ રસ્તો ખુલ્લો કરાશે તેવી ચીમકી આપી હતી. આ અંગે બંને પક્ષે સામ સામે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી. 

જેથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા લોકોની કોઈ સલામતી નથી. કેટલે દૂર સુધી પોતાનું વાહન પાર્ક કરીને સ્કૂલેથી આવતા બાળકને વાલી લેવા જતા હોય છે. આમ છતાં પણ ભારે ટ્રાફિકના કારણે સલામતી અને જાનનું જોખમ પણ રહેલું હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવી નથી પરિણામે અમારે આ કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ વાહન ચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને પણ આ બાબતે જાણ કરી હતી.