Gujarat
વડોદરામાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેસ પુરવઠો ચાર દિવસથી ઠપ થતા સ્થાનિકોને હાલાકી
By GS TEAM
19 Jun 20251 min read
વડોદરા શહેરના વોર્ડ નં.13 ખંડેરાવ માર્કેટથી લીમ્બચ માતા મંદિર આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વડોદરા ગેસ કંપની દ્વારા આપવામાં આવતો ગેસ પુરવઠો ઠપ થઈ જતાં સ્થાનિક રહીશોની હાલત દયનીય બની છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gas Company : વડોદરા શહેરના વોર્ડ નં.13 ખંડેરાવ માર્કેટથી લીમ્બચ માતા મંદિર આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વડોદરા ગેસ કંપની દ્વારા આપવામાં આવતો ગેસ પુરવઠો ઠપ થઈ જતાં સ્થાનિક રહીશોની હાલત દયનીય બની છે. ચૂંટાયેલા પ્રતિનિધિ બાળુ સુર્વે અને જાગૃતિ કાકાને સ્થાનિકોએ બોલાવતા બંને સ્થળ પર લીકેજની કામગીરી કરાવવાની કાર્યવાહી હાથ ધરાવી છે.
જોકે ગેસ પુરવઠો આ વિસ્તારમાં અચાનક ઠપ થઈ જતા સ્થાનિકો સવારે ચા બનાવવા કે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે બહારથી રસોઈ મંગાવવાની નોબત ગૃહિણીઓને આવી છે. જ્યારે બધી બાજુ બંને કોર્પોરેટરો આ વિસ્તારમાં પહોંચી જતા ગેસ પુરવઠો ફરી શરૂ કરાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે.