Gujarat

ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત

By GS TEAM
25 Jul 20251 min read
ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત

સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે

ધોળકાધોળકા શહેરના ખાનના પરા પાછળ આવેલા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં છેલ્લા દોઢેક વર્ષથી પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી અધુરી રહેતા આજે સ્થાનિક શ્રમજીવી લોકોને તથા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ અધુરી કામગીરીના પરિણામે સ્થાનિકો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બની ચુક્યાં છે. વોર્ડ નં.૬માં ચૂંટાઇ આવેલા મ્યુ.કા. મુન્સી મોહંમદ ઝર્રાર ખાને જણાવ્યું હતું કે આ વિસ્તારની પરિસ્થિતિ એટલી કપરી બની ચુકી છે કે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તો ઠીક રિક્ષા સુદ્ધા પણ આવી શકે તેમ નથી. રહેણાક વિસ્તારોમાં ગટરોના પાણી ફરી વળતા સુખ-દુઃખના કોઇ પ્રસંગોમાં સ્થાનિકોને ખાટલા કે ખુરશીમાં જમીન નીચે પગ રાખ્યા વગર બેસવું પડે છે. જો પગ નીચે મુકો તો ગટરોના ગંદા પાણી પગમાં આવે છે. આમ આ વિસ્તારના લોકોની હાલત અત્યંત દયનીય બની ચુકી છે. આ અતિ ગંભીર સમસ્યા બાબતે સ્થાનિકોએ નગર પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છતાં આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પરિણામે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. પાલિકા તંત્ર માનવતાવાદી અભિગમ અપનાવી સ્તવરે ઘટતી કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.