Gujarat

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો 'સ્વિમિંગ પુલ,' વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ

By GS TEAM
26 Sep 20251 min read
TukuTouch Logo
બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાથી કંટાળીને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી અને તેમના કાર્યકરોએ અંડરબ્રિજમાં જ સ્નાન કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો 'સ્વિમિંગ પુલ,' વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ

Botad News : બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાથી કંટાળીને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી અને તેમના કાર્યકરોએ અંડરબ્રિજમાં જ સ્નાન કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


આ રેલવે અંડરબ્રિજ બોટાદ શહેરનો એક મુખ્ય માર્ગ છે, જે સાળંગપુર અને અમદાવાદ તરફ જાય છે. આ ઉપરાંત, અહીંથી અનેક સરકારી કચેરીઓ પણ નજીક હોવાથી આ રસ્તો ખૂબ વ્યસ્ત રહે છે.

આ પણ વાંચો: વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો

કાર્યકરોએ જણાવ્યું કે આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ પગલાં લેવાયા નથી. આથી, તંત્રનું ધ્યાન દોરવા અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ સાથે આ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની હાલાકી પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે.