Get The App

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ 1 - image

image : Filephoto

Vadodara Road Damage : વડોદરા શહેરમાં વિકાસના કામો પર કેવી રીતે પાણી ફેરવી દેવું એ અંગે પાલિકા તંત્ર દ્વારા જ શીખી શકાય, તેવો આક્ષેપ બરાનપુરાના જાસુદ મહોલ્લાના રહીશોએ કર્યો છે. આ વિસ્તારનો ઉબડ ખાબડ રોડ અને ખાડાવાળો રસ્તે માત્ર 24 કલાક અગાઉ પેચ વર્ક કરવામાં આવ્યું હતું. પરિણામે સ્થાનિક લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

પરંતુ ત્યારબાદ તાત્કાલિક ધોરણે ગેસ લાઇન નાખવા અંગેના ખાડા માત્ર 24 કલાકમાં ખોદી નાખવામાં આવ્યા હતા. જેથી સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો હતો. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાલિકાના વિકાસની વ્યાખ્યા એટલે થયેલી કામગીરી પર પાણી કેવી રીતે ફેરવવું એ પાલિકા તંત્રનો વિકાસ હોઈ શકે એવો આક્ષેપ પણ કર્યો હતો.