જામનગરમાં પાણીના ખાબોચીયા ભરાઈ જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ : બાળકો સહિત સ્થાનિક રહેવાસીઓ થયા પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain : જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું, પરંતુ કેટલાક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સમસ્યાની ભરમાર શરૂ થઈ છે. કેટલાક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને ગોલ્ડન સીટી વિસ્તાર જળબંબાકાર બન્યો છે. શહેરમાં માત્ર એક ઈંચ વરસાદ પડ્યો છે, પરંતુ ગોલ્ડન સીટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી છે, અને ના છૂટકે પાણીના ખાબોચિયા માંથી પસાર થવું પડ્યું છે.
આ વિસ્તારમાં રોડના ઠેકાણા નથી, અને માર્ગમાં મોટા ખાડા હોવાથી પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે, જેના કારણે વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકાના તંત્રએ આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.








