Gujarat

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા

By GS TEAM
19 Apr 20262 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગટર, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના મુદ્દાઓ હવે ગૌણ બની ગયા છે. પ્રચારમાં ફરી એકવાર વિવાદાસ્પદ મુદ્દાઓએ સ્થાન લીધું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા 'પાકિસ્તાન', 'ISI' અને અંડરવર્લ્ડ ડોન 'દાઉદ ઇબ્રાહિમ'ના નામો ઉછાળવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગટર, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના મુદ્દાઓ હવે ગૌણ બની ગયા છે. પ્રચારમાં ફરી એકવાર વિવાદાસ્પદ મુદ્દાઓએ સ્થાન લીધું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા 'પાકિસ્તાન', 'ISI' અને અંડરવર્લ્ડ ડોન 'દાઉદ ઇબ્રાહિમ'ના નામો ઉછાળવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

ભાજપનો પ્રહાર: 'કોંગ્રેસના ઉમેદવારોનું દાઉદ-ISI સાથે કનેક્શન'

અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસના ઉમેદવારોનો નાતો ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે છે અને તેઓ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI સાથે પણ જોડાયેલા છે. રાજકીય નિષ્ણાતોના મતે, મતોનું ધ્રુવીકરણ કરવા માટે આ પ્રકારના નિવેદનોનો આશરો લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ, કોંગ્રેસે આ નિવેદનને માત્ર ભાજપની ચૂંટણી જીતવાની વ્યૂહરચના ગણાવી છે.

આ પણ વાંચો: જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિક કિસ્સો

કોંગ્રેસનો પલટવાર: 'ભાજપ સત્તા માટે દાઉદને પણ ટિકિટ આપી શકે'

સૌરાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે, 'ભાજપ સત્તા મેળવવા માટે ગમે તે હદે જઈ શકે છે. જો તેમને લાગે કે ચૂંટણી જીતવા માટે જરૂરી છે, તો તેઓ દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપીને મેદાનમાં ઉતારી શકે છે.'

પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓ કોરાણે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્ય રીતે સ્થાનિક પ્રશ્નો જેમ કે પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા અને માળખાગત સુવિધાઓ પર લડાતી હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં નેતાઓ વચ્ચેની આ આક્રમક નિવેદનબાજીમાં સામાન્ય જનતાના પાયાના પ્રશ્નો વિસરાઈ ગયા હોય તેવું જણાય છે.