Get The App

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા

આચાર સંહિતા વચ્ચે વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતામાં આવી

કોઇએ વિડિયો બનાવતા શખ્સો મોંઢા છૂપાવીને ભાગ્યા

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા 1 - image

અમદાવાદ, ગુરુવાર

પોલીસની નિષ્ક્રયતાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દારુ બંધીના દાવા અને ચૂંટણીને લઇને આચાર સંહિતાના અમલ વચ્ચે જાહેરમાં દારુની મહેફીલ માણવામાં આવી રહી  હતી. આ દારુની પાર્ટીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વિડિયો આધારે કોતરપુર ટનગ નજીક જાહેર શૌચાલય પાસે દારૃની મહેફિલ માણતા સગીર સહિત ત્રણને એરપોર્ટ પોલીસે પકડયા હતા. પાર્ટી કરીને બહારગામ જવાનો પ્લાન હતો પરંતુ જાગૃત નાગરિકે વિડયિો બનાવીને વાયરલ કરતાં શખ્સો મોંઢા છૂપાવીને ભાગ્યા હતા. 

કોતરપુરમાં જાહેરમાં પાર્ટી કરીને બહારગામ જવાના હતા કોઇએ વિડિયો બનાવતા શખ્સો મોંઢા છૂપાવીને ભાગ્યા ઃ એરપોર્ટ પોલીસે વિડિયો આધારે ધરપકડ કરી 

નોબલનગર ચાર રસ્તાથી ભદ્રેશ્વર તરફ જવાના માર્ગ ઉપર ગઇકાલે રાતે કોતરપુર ટર્નિંગ નજીકે ચાર યુવકો ગાડી ઉભી રાખીને જાહેરમાં દારુની મહેફીલ માણતા હતા. આ સમયે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે મોબાઈલમાં વિડિયો ઉતાર્યો હતો અને આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો  વિડિયોમાં એક નાગરિકે પૂછપરછ કરી તો શરમવાના બદલે પોતાના મોંઢા સંતાડી દારૃના ગ્લાસ સાથે ત્યાંથી ભાગવા લાગ્યા હતા. 

સોશિયલ મિડિયામાં વિડિયો વાઇરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નાંેધીને ગાડીના નંબરના આધારે તપાસ શરૃ કરી હતી. તપાસના અંતે પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ કરી હતી.