Gujarat

રોકડ 10 હજાર સહિત જુગારનું સાહિત્ય કબજે, પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

By GS TEAM
7 Jan 20261 min read
રોકડ 10 હજાર સહિત જુગારનું સાહિત્ય કબજે, પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

થાનના નવાગામ પાસે જુગાર રમતા 3 શખ્સ પકડાયા

થાન -   થાન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન નવાગામમાંથી જુગાર રમતા ૩ શખ્શોને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ મામલે પોલીસે પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધી છે. 

 ે થાન તાલુકાના નવાગામ ગામે આવેલા હનુમાનદાદાની જગ્યા પાસે આવેલા રહેણાંક મકાનની બાજુમાં જાહેર રસ્તા પર જુગાર રમાતો હોવાની હકીકતને આધારે પોલીસે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પર થી જુગાર રમતા  વીહાભાઈ દાનાભાઈ સાંકળિયા (રહે.મોટી લાખાવાડ, તા.વીંછિયા) (૨) ગોવિંદભાઈ કેહાભાઈ ડાભી (રહે.નવાગામ, તા.થાન )અને (૩) માધાભાઈ ભીખાભાઈ ડાભી (રહે. નવાગામ, તા.થાન)ને રોકડ રૃ.૧૦,૫૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે ઝડપાયેલ શખ્સોની પૂરછપરછ કરતા અન્ય બે શખ્સો હકાભાઈ સાદુભાઈ બાબર અને પેમાભાઈ ભોપાભાઈ મકવાણા ( બન્ને રહે.નવાગામ, તા.થાન)ની સંડોવણી બહાર આવી હતી. પોલીસે ઝડપાયેલ ૩ શખ્શો સહિત કુલ પાંચ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.