Get The App

સાયલાના સુદામડા ગામમાંથી રૂ. 91 હાજરનો દારૂ ઝડપાયો

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
સાયલાના સુદામડા ગામમાંથી રૂ. 91 હાજરનો દારૂ ઝડપાયો 1 - image


- સતત બીજા દિવસે દારૂ ઝડપાયો 

- દારૂની 87 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે શખ્સ સામે ગુનો નોંધાયો

સાયલા : સાયલા તાલુકાના સુદામડા ગામે સતત બીજા દિવસે દરોડો પાડયો હતો અને રૂ ૯૧ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો. દરોડા દરમિયાન એક શખ્સ ઝડપાયો હતો. પોલીસ દારૂનો જથ્થો કબજે લઇ બે શખ્સ સામે નામજોગ તેમજ તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સુદામડા ગામે કન્યા શાળા પાસે રહેતો વનરાજ ઉર્ફે મુન્નાભાઈ દાદભાઈ કરપડા પોતાના વાડામા દારૂ રાખી છુટક વેચાણ કરે છે. તેમજ ડેલાની સામેના ઘરમાં તેના કાકાનો દીકરો માન્યરાજ જગુભાઈ વિદેશી દારૂ રાખી છુટક વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે સાયલા પોલીસે દરોડો પાડતા વનરાજભાઇ ઉર્ફે મુનાભાઇ દાદભાઈ કરપડા વનરાજભાઇ ઉર્ફે મુનાભાઇ દાદભાઈ કરપડા (ઉ.વ.૩૭, રહે. કન્યાશાળા પાસે, સુદામડા)ના કબજા ભોગવટાના વાડામા છુપાવેલી દારૂની ૮૨ નંગલ બોટલ (કિં.રૂ-૯૦૨૦૦) ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો. તેમજ માન્યરાજ ઉર્ફે જાડીયો જગાભાઇ (રહે.સુદામડા )ની કબજા ભોગવટાની ખડકી વાળા મકાનમાથી દરોડા દરમિયાન દારૂના ૫ નંગલ ચપલા (કિં.રૂ.૧૬૦૦)નો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે માન્યરાજ હાજર મળી આવ્યો નહતો. પોલીસે કુલ રૂ ૯૧,૮૦૦ નો દારૂ કબજે કરી બંને સામે તથા તપાસમા ખુલે તે તમામ વિરૂધ્ધ કાર્યવાહી સાયલા પોલીસે કરેલ છે.

Tags :