Get The App

ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો 1 - image

અમદાવાદ-કચ્છ હાઈવે પરથી ફરી દારૃની હેરાફેરી ઝડપાઇ

ટ્રકમાં ચોરખાનુ બનાવી હેરાફેરી કરતા ટ્રક ચાલક - માલિક સામે ગુનો નોંધી પોલીસે પકડી પાડવા કવાય હાથ ધરી

ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ-કચ્છ હાઈવે પરથી સોલડી ગામ નજીક હોટલમાં બિનવારસી ટ્રકમાંથી ૮૭ લાખથી વધુનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે રવિવારે અમદાવાદ-કચ્છ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલ નાકાથી ચુલી ગામ તરફ જતા રસ્તા પર આવેલી હોટલ આશિર્વાદના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલો એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા ટ્રકની તલાશી લેતા તેમાં ચોરખાનામાં સંતાડેલ ઈંગ્લીશ દારૃ મળી આવ્યો હતો. એલસીબીએ નાની ૨૫,૪૪૦ બોટલ (કિં.રૃ.૮૭.૫૬ લાખ), ટ્રક (કિં.રૃ.૨૦ લાખ) સહિત (કુલ રૃ.૧.૦૭ કરોડ)નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પર હાજર મળી ન આવેલ ટ્રકના ચાલક અને માલિક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.