Get The App

કન્ટેનરમાં કપડાંની આડમાં લવાતો 75 લાખનો દારૃનો જથ્થો ઝડપાયો

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
કન્ટેનરમાં કપડાંની આડમાં લવાતો 75 લાખનો દારૃનો જથ્થો ઝડપાયો 1 - image

લીંબડી- અમદાવાદ હાઈવે પર કટારિયાના નવા ટોલનાક પાસે

બિયર- દારૃની ૧૩,૮૭૨ બોટલો સહિત રૃા. ૮૯.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત

લીંબડી -લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટિયા પાસે નવા ટોલ નાકા પાસે કપડાંની ગાંસડીની આડમાં કન્ટેનરમાં લઈ જવાતો ૭૫ લાખના બિયર- દારૃની ૧૩,૮૭૨ બોટલોનો જથ્થા સાથે શખ્સને સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ઝડપી પાડયો હતો. પોલીસે રૃા. ૮૯.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમ લીંબડી- પાણશીણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કટારિયાના પાટિયા પાસે નવા ટોલ નાકા પાસે કન્ટેનર શંકાસ્પદ જણાતા ઉભું રાખી ચાલક ટીકુરામ લાધુરામ જાટ (રહે. નવાતલા બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. કન્ટેનરમાં તપાસ કરતા કપડાંની ગાંસડીની આડમાં દારૃની બોટલો નંગ - ૪૫૩૬ જે.ની.કી.રૃ ૫૪,૨૮,૮૦૦ તથા બીયરના ટીન નંગ - ૯૩૩૬ જેની કી.રૃ. ૨૦,૫૩,૯૨૦ તથા કન્ટેનર ૧૫,૦૦,૦૦૦, મોબાઈલ ફોન, વેસ્ટ કપડાંની ગાંસડી નંગ - ૫૦ જેની કી.રૃ. ૫,૦૦૦ તથા રોકડ રકમ રૃપિયા ૪૫૦૦ મળીને કુલ રૃપિયા ૮૯,૯૭,૨૨૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછમાં મિત્ર રમેશ (રહે. સીંધારી, બાડમેર, રાજસ્થાન)એ ટ્રક પંજાબ ભટિંડા એક્સપ્રેસ વૈષ્ણવદેવી હોટેલથી આપ્યું હતું. મારા ડોક્યૂમેન્ટથી ફાસ્ટટ્રેક કઢાવ્યું હતું. દારૃ ભરેલું કન્ટેનર જોધપુરથી પાલી, આબુ રોડથી ગુજરાતમાં મહેસાણા, કડી, સાણંદ, બાવળા થઈ લીંબડી લાવવાનું હતું. પોલીસે કન્ટેનર ચાલક ટીકુરામ જાટ, મિત્ર રમેશ, કન્ટેનર માલિક, દારૃનો જથ્થો મંગાવનારા અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પાણશીણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ત્રણ દિવસમાં બે વાર દારૃનો મોટો જથ્થો ઝડપાતા લીંબડી, પાણશીણા પોલીસ સામે સવાલો

લીંબડીથી પાણશીણા વચ્ચે ત્રણ દિવસમાં હાઈવે પરથી બે વખત દારૃનો મોટો જથ્થો ઝડપાયો છે. બે દિવસ પહેલા ગાંધીનગર એસએમસી ટીમે જાખણના પાટિયા પાસેથી રૃા. ૮૪.૬૯ લાખનો દારૃનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દારૃ સાથે ૮૯.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા લીંબડી અને પાણશીણા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.