ડાંગરના ભુસા નીચે છુપાવી હેરાફેરી કરાતી હતી
દારૃ, બિયર, આઇશર મળી રૃ.૮૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ પોલીસે ચાલક સહિતના લોકો વિરૃદ્ધ ફરિયાદ નોંધી
બગોદરા - બાવળા તાલુકાના બગોદરા ગામની રોહીકા ચોકડી નજીકથી બિનવારસી આઇશરમાંથી રૃ.૭૦.૪૭ લાખનો દારૃ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃ-બિયર, આઇશર મળી રૃ.૮૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આઇશરના ચાલક સહિતના લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બગોદરા પોલીસે બાતમી મળી હતી કે રોહીકા ચોકડી પાસે આવેલી મયુર હોટલ નજીક ઇન્ડીયન ઓઇલ ઓટો ગેરેઝની પાછળ બંધ પડેલા એક શંકાસ્પદ આઇશર (જીજે-૨૩-એડબ્લ્યુ-૫૨૧૯)માં ચેકિંગ હાથ ધર્યું છે. આઇશરની તલાશી લેતા તેમાં ડાંગરની ફુસકી (ભુસુ) ભરેલા પ્લાસ્ટીકના કોથળાઓ નીચે છુપાવેલો દારૃ મળી આવ્યો હતો. પોલીસે ?વિદેશી રૃા. ૭૦,૪૭,૬૦૦ની કિંમતની દારૃની ૪૦૬ પેટી ૪૦૬ (૧૩,૫૪૮ બોટલ) અને બિયરની ૧૫૫ પેટી (૩,૭૨૦ ટીન) તથા આઇશર (કિં.રૃા.૧૦,૦૦,૦૦૦) મળી ૮૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ?આ મામલે પોલીસે આઇશરના ચાલક, દારૃનો જથ્થો મોકલનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે.


