Get The App

પીકઅપ વાનમાંથી રૃ.7.68 લાખનો દારૃ ઝડપાયો

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
પીકઅપ વાનમાંથી રૃ.7.68 લાખનો દારૃ ઝડપાયો 1 - image

વિરાગામની પોપટ ચોકડી નજીક

દારૃ, વાહન સહિત રૃ.૧૨.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ સગીર સહિત ધાનેરાનો ચાલક ઝડપાયો

વિરમગામ - વિરમગામની પોપટ ચોકડી નજીક પીકઅપ વાનમાંથી રૃ.૭.૬૮ લાખનો દારૃ ઝડપાયો છે. ગ્રામ્ય એલસીબી ટીમએ સગીર સહિત બે શખ્સની અટક કરી દારૃ સહિત રૃ.૧૨.૮૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમે બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમગામ પોપટ ચોકડીથી અષ્ટવિનાયક બંગલો સામે વિરમગામ બસ સ્ટેન્ડ તરફ જતા રોડ ઉપરથી બોલેરો પીકઅપમાંથી રૃ. ૭,૬૮,૪૮૦નો વિદેશી દારૃ, બિયરના ટીનની નાની મોટી ૨,૨૨૫ બોટલ, રૃ. ૫,૧૯,૯૨૮નો અન્ય મુદ્દામાલ સહિત રૃ.૧૨,૮૮,૪૦૮નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. દરોડા દરમિયાન ગાડીનો ચાલક શાંતિભાઈ રાણાભાઇ રબારી (રહે. નેનાવા, તા.ધાનેરા), કાયદાના સંઘર્ષમાં આવેલાા કિશોરની અટકાયત કરી હતી. પોલીસે પોહિબિશન એકટ મુજબ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.