Gujarat

પીપણ ગામે ગાડીમાં સંતાડેલો 65 હજારનો દારૂ ઝડપાયો

By GS TEAM
15 Jun 20251 min read
પીપણ ગામે ગાડીમાં સંતાડેલો 65 હજારનો દારૂ ઝડપાયો

- દારૂ, કાર સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

- દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા : 3 શખ્સ સામે ગુનો નોંધાયો

સાણંદ : સાણંદ તાલુકા પીપણ ગામે ગાડીમાં સંતાડેલો ૬૫ હજારની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સને ઝડપી ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પીપણ ગામે કનુભાઈ ધીરૂભાઈ ગોહેલ પોતાની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. જ્યાં કનુભાઈ ધીરૂભાઈ ગોહેલના ઘર પાસે ગાડી પાસે બે શખ્સ હાજર મળી આવ્યા હતા જેમને કોર્ડન કરી પકડી પાડયા હતા. બંનેની પુછપરછ કરતા કનુભાઇ ઉર્ફે જાગડ ઘીરૂભાઇ ગોહેલ (કો. પટેલ,ઉ.વ-૩૮) તથા અનીલભાઈ ખોડાભાઈ. મો. પટેલ (ઉ.વ-૨૧) (બંને રહે-પીપણ, ગામ તા.સાણંદ) તરીકે ઓળખ થઇ હતી.

ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી ૬૪૮ નંગ બોટલ તથા ટીન (કિંરૂ.૬૫,૪૦૦), ગાડી (કિં.રૂ.૨,૦૦,૦૦૦) મળી રૂ.૨,૬૫,૪૦૦ના મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ અજયભાઈ વશરામભાઈ ઠાકોર (રહે-સોયલા,તા-સાણંદ) સ્થળ પર હાજર નહી મળી આવતા પોલીસે મુદ્દામાલ ત્રણેય શખ્સ તથા પોલીસ તપાસમાં નીકળે તે તમામ વિરૂધ્ધ પ્રોહી એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.