Get The App

બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો 1 - image

- દારૂનો જથ્થો અમદાવાદથી રાજકોટ જતો હતો

- 15.64 લાખનો મુદ્દામાલ જપ્ત : હરિયાણાના 3 શખ્સની ધરપકડ : ચંડિગઢનો શખ્સ વોન્ટેડ જાહેર

બગોદરા : બાવળા નજીક વિદેશી દારૂની ૬૪૮ બોટલ સાથે હરિયાણના ત્રણ શખ્સ ઝડપાયા છે. બાવળા પોલીસે દારૂ, કાર, મોબાઇલ, સહિત રૂ.૧૫.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂનો જથ્થો અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. 

બાવળા પોલીસને બાતમી મળી હતી કે એક બ્રેઝા કાર અને એક અટગા કારમાં દારૂનો જથ્તો અમદાવાદથી રાજકોટ જઇ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બંને કારમાંથી દારૂની કુલ ૬૪૮ બોટલ (કિ.રૂ.૬,૪૬,૮૦૦) બ્રેઝા કાર (રૂ. ૫,૦૦,૦૦૦), અટગા કાર રૂ. ૪,૦૦,૦૦૦, ત્રણ મોબાઈલ (કિં.રૂ. ૧૭,૦૦૦) અને રૂ.૧,૦૦૦ની રોકડ મળી કુલ રૂ. ૧૫,૬૪,૮૦૦નો મુદ્દામાલ સાથે (૧) કેતન મહેન્દ્રસિંહ નાઈ (ઉં.વ.૧૯,રહે.ગસઓખુદ, જિ. જીંદ, હરિયાણા ) (૨) ગુરમીતસિંહ જોગીદરસિંહ જાટ (ઉં.વ.૨૭, રહે. લોહચબ, જિ. જીંદ, હરિયાણા) (૩) શક્તિજી રામચંદન જાટ (ઉં.વ.૩૨, રહે. ખરેટી, જિ. રોહતક, હરિયાણા )ની ધરપકડ કરી છે અને (૧) દારૂ સપ્લાય કરનાર હેપ્પી (ચંદીગઢમાં હિમાચલ વાઇન શોપનો માલિક)ને વોન્ટેડ જાહેર કર્યો છે.