Gujarat

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

By GS TEAM
12 Mar 20261 min read
વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

દારૃ, કાર સહિત ૧૫.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે કારનો પીછો કરતા કડી તાલુકાને બુટલેગર કાર મુકી નાસી છુટયો

વિરમગામઅમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે કડી તાલુકાના વરખડિયા ગામે રહેતો અજય ગાભુજી ઠાકોર સફેદ ઇનોવા ગાડીમાં વિદેશી દારૃ બિયર ભરી સચાણા વૃદ્ધાશ્રમથી સચાણા રેલવે ફાટક તરફ પસાર થવાનો છે.

ચોક્કસ બાતમીના આધારે સચાણા વૃદ્ધાશ્રમ પાસે રોડ ઉપર એલસીબી ટીમ વોચમાં ઉભી હતી. બાતમી વાળી ઇનોવા ગાડી આવતા ઉભી રાખવા ઈશારો કરતા ચાલક ભાગી ગયેલ જેનો પીછો કરતા સચાણા ગામની સીમમાં એરંડાના ઉભા પાક વાળા ખેતરમાં ગાડી મૂકી ભાગી છુટયો હતો. પોલીસે નંબર પ્લેટ વગરની  ગાડીની તલાસી લેતા વિદેશી દારૃ બિયરની ૧૪૩૦ બોટલ (કિં.રૃ.૫,૬૮,૪૬૪) ગાડી (કિં.રૃ.૧૦ લાખ) મળી કુલ રૃ.૧૫,૬૮,૪૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.