કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
Vadodara Liquor Smuggling : હરિયાણાથી અમદાવાદ તરફ દારૂનો જથ્થો ભરીને જતા એક કન્ટેનરને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી ફુલ 61 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
એક બંધ બોડીનું આઇસર કન્ટેનર રાજસ્થાન પાસિંગનું ભરૂચથી એક્સપ્રેસ હાઈવે થઈ અમદાવાદ તરફ જનાર છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબી સ્ટાફે એક્સપ્રેસ હાઈવે ઉપર આસોજ ગામ પાસે ટોલનાકા પર ગઈ રાત્રે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે કન્ટેનર ખાલી હોવાનું જણાવ્યું હતું જોકે કન્ટેનર વચ્ચે એક પાર્ટીશન પાડી ગુપ્ત ખાનું જેનો દરવાજો કન્ટેનર ઉપર બનાવ્યો હતો. જે નજરે પડતા પોલીસે કન્ટેનર પર ચડી ચેક કરતા ગુપ્ત ખાનાની અંદર દારૂનો મોટો જથ્થો જણાયો હતો.
કન્ટેનરમાંથી રૂપિયા 46 લાખ કિંમતની દારૂની 6,288 બોટલો મળી હતી. આ અંગે ડ્રાઇવર પન્નારામ ઉર્ફે સુરેશ ચુનારામ જાટ રહે ધારાસર જીલ્લો બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા હરિયાણા તરફ હું વાહન લઈને ગયો હતો. ત્યારે નારોલ પાસે રવાડી બાયપાસ પર એક વ્યક્તિ ગાડી લઈને જતો રહ્યો હતો. બાદમાં ગાડી ભરીને તે પરત આપી ગયો હતો સાથે એક મોબાઇલ આપ્યો હતો અને જયપુર પાસે જવાનું કહ્યું હતું. આ દરમિયાન હુસેન નામનો એક શખ્સ ફોનથી સંપર્કમાં રહેતો હતો તેણે લોકેશન મોકલી ઈન્દોર અને તે બાદ આગળ મોકલેલો આજે સવારે સુરત થઈ વડોદરા જવા જણાવેલ અને અમદાવાદ રિલાયન્સ પેટ્રોલ પંપ પહેલા ફોન કરવા જણાવ્યું હતું. હુસેન મને વારંવાર લોકેશન પૂછતો હતો.