Get The App

પીપીળી નજીક રામદેવ હોટલમાં પાર્ક ટ્રકમાંથી 41 લાખનો દારૃ ઝડપાયો

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
પીપીળી નજીક રામદેવ હોટલમાં પાર્ક ટ્રકમાંથી 41 લાખનો દારૃ ઝડપાયો 1 - image


માલવણ હાઈવે પર ઠંડાપીણાની આડમાં દારૃની હેરાફેરી

દારૃ, બિયર, ટ્રક સહિત રૃા.૬૧.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ ટ્રક ચાલક, ક્લિનર ઝડપાયઃ પાંચ સામે ગુનો

સુરેન્દ્રનગર-  સુરેન્દ્રનગર એલસીબી ટીમે માલવણ હાઇવે પર પીપળી ગામ નજીક આવેલી રામદેવ હોટલમાં પાર્ક ટ્રકમાં ઠંડાપીણાના બોક્ષની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૃના ૪૧ લાખના જથ્થા સાથે બે રાજસ્થાનના બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે બે શખ્સને ઝડપી પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે માલવણ હાઈવે પર દસાડા તાલુકાના પીપળી ગામના પાટિયા પાસે આવેલી રામદેવ હોટલના પટાંગણમાંથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક જણાઈ આવતા તેની તલાસી લીધી હતી. તલાસી દરમિયાન ટ્રકમાંથી ઠંડીપીણાની બોટલોના બોક્ષની આડમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૃની ૩૪૨૦ બોટલ તથા બિયરના ૨૧૩૬ ટીન (કિં.રૃા.૪૧.૪૬) લાખ, બે મોબાઈલ (કિં.રૃા.૧૦,૦૦૦), ટ્રક (કિં.રૃા.૧૫,૦૦,૦૦૦), ઠંડાપીણાની બોટલોના ૧૩૮૦ બોક્ષ (કિં.રૃા.૪.૪૭ લાખ) સહિત કુલ રૃા.૬૧.૦૪ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર સુજારામ કાનારામ દેવાસી (રહે.રાજસ્થાન) અને ટ્રક ક્લિનર દિપારામ મોડારામ દેવાસી (રહે.રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા. બંનેની વધુ પછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો ઓમપ્રકાશ બિસ્નોઈ, અજાણ્યો શખ્સ અને ટ્રક માલિકની સંડોવણી બહાર આવી હતી. આથી એલસીબી પોલીસે તમામ વિરૃધ્ધ બજાણા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એલસીબી પોલીસની રેઈડથી સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.


Tags :