ચિલોડા-દહેગામ રોડ પર ગાડીમાંથી ૪.૪૩ લાખનો દારૃનો જથ્થો પકડાયો


પોલીસ અને બુટલેગર વચ્ચે દોડ-પકડ સર્જાયા બાદ
આડશ મુકેલી જોઇને ચાલકે ગાડી ભગાવી અને આખરે રેઢી મુકીને પલાયન થયો ઃ નંબર વગરની કારમાંથી દારૃની ૮૪૦ બોટલો જપ્ત
ગાંધીનગર: આગામી લગ્નસરાની મોસમને લઇ બુટલેગરોએ દારૃનો સ્ટોક કરવાનું શરૃ કર્યું છે. ત્યારે ચિલોડા, દહેગામ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૃપિયા ૪.૪૩ લાખની કિંમતનો વિદેશી પ્રકારનો દારૃ ઝડપી લેવાયો છે. પોલીસે મુકેલી આડશ જોઇને ચાલકે ગાડી ભગાવતા પકડ દોડ સર્જાયા બાદ બુટલેગર આખરે રેઢી મુકીને પલાયન થયો હતો. ત્યારે નંબર વગરની કારમાંથી દારૃની ૮૪૦ બોટલ અને ગાડી સહિત ૧૦.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
દારૃનો મોટો જથ્થો પકડાવા સંબંધે લોકલ ક્રાઇમ બ્રાન્ચના
ઇન્સપેક્ટર એ. પી. પરમારે જણાવ્યું કે,
તેમની ટીમ દ્વારા દારૃની હેરાફેરી રોકવા માટે જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર
વોચ ગોઠવવામાં આવે છે. દરમિયાન સફેદ રંગની નંબર વગરની ક્રેટા ગાડી ચિલોડાથી દહેગામ
તરફ આવનાર હોવાની માહિતી બાતમીદારો તરફથી આપવામાં આવી હતી. જેના પગલે ડભોડા ચોકડી
પાસે નાકાબંધી કરવા સાથે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી પ્રમાણેની કાર
આવતી દેખાતા તેને હાથના ઇશારાથી ગાડી સાઇડમાં કરવા જણાવાયુ હતું. પરંતુ ગાડી ઉભી
રાખવાના બદલે ચાલકે યુ ટર્ન મારીને ભગાવી હતી. પોલીસની ટીમ દ્વારા પીછો પકડવામાં
આવ્યો હતો. ત્યારે ચિલોડા,
દહેગામ રોડ પર પેટ્રોલ પમ્પ પાસે ગાડી રેઢી મુકી દઇને તેનો ચાલક નાશી છુટયો
હતો. પોલીસ દ્વારા કારની તલાસી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૃની રૃપિયા ૪.૪૩
લાખની કિંમતની દારૃની ૮૪૦ બોટલ મળી આવી હતી. પોલીસ દ્વારા દારૃનો ઉપરોક્ત જથ્થો
ઉપરાંત રૃપિયા ૬ લાખ કિંમત ગણીને ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગણનાપાત્ર કેસ
સંબંધે ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવા સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી
હતી.

