Get The App

ફલકુ બ્રિજ નજીક પીકઅપમાંથી રૂ. 3.81 લાખનો દારૂ ઝડપાયો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ફલકુ બ્રિજ નજીક પીકઅપમાંથી રૂ. 3.81 લાખનો દારૂ ઝડપાયો 1 - image

- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર આવેલા

- એલીસીબીએ દારૂના જથ્થા સાથે રાજસ્થાનનો શખ્સની અટકાયત કરી : 3 શખ્સ સામે ગુનો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી બોલેરો કારમાંથી ૩.૮૧ લાખના દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ, પીઅકઅપ સહિત રૂ.૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો ટીમનો સ્ટાફ ધ્રાંગધ્રા પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર આવેલા ફલકુ બ્રિજ પાસે એક બોલેરો પીકઅપેને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાં બટાકાની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે દારૂની ૧,૩૮૯ બોટલ (કિં.રૂ.૩,૮૧,૯૭૫), બોલેરો પિકઅપ (કિં.રૂ.૫,૦૦,૦૦૦), એક મોબાઈલ (કિં.રૂ.૨૫,૦૦૦) મળી કુલ રૂ.૯,૦૬,૮૭૫નો મુદામાલ કબજે કરી મનશારામ કાળુરામ બિશ્નોઈ (રહે. સાંચોર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે હાજર મળી નહીં આવેલ બુધારામ બિશ્નોઈ તથા રાજુભાઈ સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.