Get The App

ધ્રાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂ. 2.80 લાખનો દારૂ ઝડપાયો

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂ. 2.80 લાખનો દારૂ ઝડપાયો 1 - image

- નરશીપરાના બે શખ્સ સામે ગુનો

- એલસીબી ટીમે રેઇડ પાડી દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધ્રાંગધ્રા શહેરમાં નર્મદા ક્વાર્ટ્સમાં દરોડો પાડી રૂ.૨.૮૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. સ્થળ પર આરોપીઓ હાજર નહીં મળી આવતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રાના કોંઢ રોડ પર આવેલા નર્મદા ક્વાર્ટરમાં દારૂનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે રેઇડ કરી હતી. જેમાં ક્વાર્ટરના ટાંકામાંથી દારૂની ૧૦૦૫ બોટલ (કિં.રૂ.૧,૦૦,૫૦૦),  બિયરના ૮૧૬ ટીન (કિં.રૂ.૧,૭૯,૫૨૦) મળી ફૂલ રૂ.૨,૮૦,૦૨૦નો મુદામાલ કબજે કર્યોે હતો. રેઇડ દરમિયાન આરોપી નીતિનભાઈ મથુરભાઈ પરમાર તથા સંજય ઉર્ફે ડાકુ હરજીભાઈ ચૌહાણ (બંને રહે. નરશીપરા, તા.ધ્રાંગધ્રા) સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા રેઇડ કરતા પોલીસની કામગીરી સામે પણ અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી.