Gujarat

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો

By GS TEAM
4 Oct 20252 mins read
માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો

પોલીસે રૃા. ૭.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

માણસા :  ગાંધીનગર એલસીબી ની ટીમ ગઈકાલે રાત્રે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે તેમને બાતમી મળી હતી કે વિજાપુર તરફથી એક ગાડીમાં વિદેશી દારૃનો મોટો જથ્થો લઈ એક ઈસમ પસાર થવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી ને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારનો ચાલક પોતાનું વાહન લઇ પ્રતાપનગર ગામ પાસે ગાડી મૂકી ભાગવા જતા પોલીસે ઝડપી ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૃ બિયરની ૫૮૮ બોટલ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એલસીબી-૨ પોલીસ ગઈકાલે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને જ્યારે તેઓ ઈશ્વરપુરા ગામ પાસે પહોંચ્યા તે વખતે તેમને બાતમી મળી હતી કે વિજાપુર તરફથી એક ગાડી નંબર ય્વ-૦૯-મ્ય્-૯૨૯૬ માં વિદેશી દારૃનો મોટો જથ્થો ભરી એક ઈસમ ગાંધીનગર તરફ જવાનો છે જે બાતમી આધારે પોલીસે ટ્રેક્ટર અને ટ્રોલીની આડસ મૂકી આ કારને રોકવા માટે ઊભા રહ્યા હતા અને જ્યારે બાતમી વાળી કાર આવી તે વખતે કાર ચાલકે પોલીસને જોઈ પોતાનું વાહન પુરઝડપે ભગાવી અંબોડ ત્રણ રસ્તાથી પ્રતાપ નગર ગામ પાસે પહોંચી ત્યાં ગાડી મૂકી ભાગવા લાગ્યો હતો જેને પોલીસે પકડી ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૃ અને બીયરની કુલ ૫૮૮ નંગ બોટલો મળી આવતા પોલીસે ૨,૬૩,૫૨૦ નો દારૃનો જથ્થો ૫  લાખ રૃપિયા ની ગાડી અને ૫૦૦ રૃપિયાનો એક મોબાઈલ મળી કુલ ૭,૬૪,૦૨૦  રૃપિયા નો મુદ્દા માલ કબજે કરી ઝડપાયેલ કાર ચાલક હસમુખ માવજી બોડાત રહે.હાથીયા,તાલુકો ભિલોડા, જીલ્લો અરવલ્લી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.