Get The App

ટ્રકની અંદર ચોરખાના માંથી 12.40 લાખનો દારૃ ઝડપાયો

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રકની અંદર ચોરખાના માંથી 12.40 લાખનો દારૃ ઝડપાયો 1 - image


સાયલા તાલુકાના ગોસાળ ગામ નજીક

એલસીબીની ટીમે લાંબા સમય બાદ દરોડો પાડી દારૃ, ટ્રક સહિત રૃ.૨૨.૫૩ લાખનો મુદ્દામાલ કબજે લીધા

સાયલા -  સાયલા તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાછાપરી દરોડા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી ગોસાળ ગામ પાસેથી ટ્રકમાંથી ૧૨.૪૦ લાખનો દારૃ ઝડપી પાડયો છે.

સુરેન્દ્રનગર એલસીબી પોલીને પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ દારૃ ભરીને ટ્રક જઈ રહી છે. સાયલા તાલુકાના ગોસળ ગામના પાટીયા પાસે દ્વારકાધીશ હોટલ નજીક બંધ બોડીની એક ટ્રકમાં ચોરખાનુ બનાવી અંદર ઇંગ્લિશ દારૃનો જથ્થો ભરેલો છે. તેવી બાતમીનના આધારે બાતમીવાળા ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૃ કુલ ૧૬૨૦ બોટલ (કિં.રૃ.૧૨,૪૦,૯૨૦), એક ટ્રક (કિં.રૃ.૧૦ લાખ), એક મોબાઈલ (કિં.રૃ. ૫૦૦૦) તથા રોકડ રૃ. ૭૯૫૦ મુળી કુલ રૃ. ૨૨,૫૩,૮૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ રૃપારામ હેમારામ જાટને ઝડપી પાડયો હતો. 

એલસીબીની ટીમે ઝડપાયેલી આરોપી રૃપારામ હેમારામ જાટ (રહે.પોખરાસણ ઉમેકી ઢાણી, જિ.બાડમેર) સહિત માલ મોકલનાર,  રમેશકુમાર મગારામ જાટ (રહે. પોખરાસણ, જિ,બાડમેર) તથા ટ્રક માલિક એમ કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા ઘણા સમય પછી અન્ય ટીમોની કામગીરીને લઈ એલસીબી હરકતમાં આવીને કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસએમસીની ટીમે ૪૨ દિવસમાં ત્રણ દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૃનું કટિંગ અને ગેરકાયદે કેમિકલ ચોરી ઝડપી પડયું હતું.


Tags :