Gujarat
ઈશનપુર નજીક કારમાંથી રૂ. 1.44 લાખનો દારૂ ઝડપાયો
By GS TEAM
28 Aug 20251 min read

- હળવદના શખ્સ સામે ગુનો
- દારૂ-બિયર, કાર, મોબાઇલ સહિત રૂ. 4.94 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ : હળવદ તાલુકાના ઈશનપુર ગામ નજીક કારમાંથી પોલીસે ૧.૪૪ લાખની કિમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. લઈને કાર અને મોબાઈલ સહીત ૪.૯૪ લાખનો કુલ મુદામાલ જપ્ત કર્યો.
હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે એક સ્વીફ્ટ કારમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી હળવદ પોલીસને મળતા દરોડો પાડયો હતો. દરોડામાં સ્વીફ્ટ કાર (જીજે-૦૧-આરબી-૦૫૬૫)ની તપાસ કરતા દારૂની ૨૪ બોટલ અને બિયરના ૨૫૧ ટીન મળીને કુલ રૂ.૧,૪૪,૬૮૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂ.૪,૯૪,૬૮૦નો મુદામાલ જપ્ત કર્યો છે. તપાસમાં આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવત (રહે.વાસુદેવનગર સોસાયટી, હળવદ)નું નામ ખુલતા પોલીસ તપાસ ચલાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.








