સાણંદમાં બિનવારસી કારમાંથી રૂ. 1.17 લાખનો દારૂ ઝડપાયો
- દારૂ, કાર સહિત રૂ. 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત
- ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો શખ્સ કાર કલ્હાર કલ્બ પાસે કાર મુકી ફરાર
સાણંદ શહેરમાં મુનિબાપુ ચોકડી તરફથી એક કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા સાણંદ પોલીસે નિધરાડ ફાટકે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે કારનો ઉભી રાખવાનો ઇશારો કરતા કારના ચાલકે ગાડી ડિવાઇડર કુદાવી ભાગી છુટયો હતો. પોલીસે કારનો પીછો કરતા કલ્હાર ક્લબ પાસે કાર ચાલક કારને બિનવારસી હાલતમાં મુકી નાસી છુટયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી આરસી બુક અને દારૂ મળી આવ્યો હતો. પોલીસે આરસી બુક તપાસ કરતા કાર રાજસ્થાન પાસિંગની હતી ત્યારે કારની તપાસ કરતા તેમાં અમદાવાદની પાસિંગની નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે ૩૦૮ નંગ વિદેશી દારૂ અને ટીન (કિં.રૂ.૧,૧૭,૦૨૮) અને કાર ૭,૦૦,૦૦ મળી કુલ રૂ.૮,૧૭,૦૨૮નો મુદ્દામાલ ઝડપી કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.