Get The App

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા 1 - image

Vadodara Liquor Smuggling : વડોદરા નજીક હાઇવે પરથી પોલીસે એક ટ્રકને અટકાવી અંદરથી આઠ લાખની કિંમતનો દારૂ સાથે ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા.

વડોદરાની છાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટ્રકમાં દારૂની હેરાફેરી વિશે માહિતી મળતા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દુમાડથી દશરથ તરફ જવાના રસ્તે એક ટ્રકમાંથી ગેલ્વેનાઈઝની પાઇપો વચ્ચેથી દારૂની પેટીઓ મળી આવી હતી. 

પોલીસે રૂ.8 લાખની કિંમતની દારૂની કુલ 4,202 બોટલ ઉપરાંત 24 લાખનો પાઈપોનો જથ્થો, ત્રણ મોબાઈલ અને ટ્રક મળી રૂ.47 લાખની મતા કબજે કરી હતી.

પોલીસે ટ્રકમાંથી ડ્રાઇવર રાજેન્દ્રસિંહ પૂનમસિંહ રાવત, ગોપાલસિંહ ડુંગરસિંહ રાવત અને હરદેવસિંહ લક્ષ્મણસિંહ રાવત (ત્રણેય રહે.સાંગાવાસ ગામ, જિ. રાજસમંદ, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જ્યારે, ત્રણેયના ગામ નજીક આવેલા કામલીઘાટ ગામે રહેતા સંતુને વોન્ટેડ જાહેર કર્યો છે.