Get The App

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો 1 - image


Vadodara Liquor Smuggling : વડોદરાના છેવાડે કપુરાઇ ચોકડી નજીક આવેલ શ્રધ્ધા હોટલના પાર્કિંગમાં જિલ્લા એલસીબીને મળેલી બાતમી મુજબ તપાસ કરતા ટ્રક ઉભેલી મળી આવી હતી. જે ટ્રકમાં તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવતા જેનું નામ ઠામ પુછતા મોહસીનખાન ઇલીયાસખાન પઠાન મેવાતી (રહે.સાલાહેરી છોટા સાહેબ મહોલ્લા તા.જી.નુહુ હરીયાણા)નું હોવાનું જણાવ્યું હતું. જેના બંધબોડી ટ્રકમાં ભરેલા માલ બાબતે પુછતા ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો.

જેથી ટ્રકના પાછળના ભાગે દરવાજે મારેલું શીલ ખોલી અંદર તપાસ કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટીઓ ભરેલ મળી આવેલ રૂ.40.85 લાખ કિંમતની 8268 નંગ દારૂની બોટલ સહિત કુલ રૂપિયા 50.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ શખ્સની પૂછપરછ કરતા દારૂનો જથ્થો તા.13/07/25 ના રોજ વિક્કી રહે.રોહતક, રાજય-હરીયાણાએ દિલ્હી-મુંબઈ હાઇવે ઉપર રાજસ્થાન રાજયના દોસા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટીઓ ભરેલ ટ્રક આપેલ હતી અને ગુજરાતના વડોદરા ખાતે પહોચી ફોન કરવા જણાવ્યુ હતું.

Tags :