વડોદરામાં કારેલીબાગની કે.પી ટ્રાન્સપોર્ટની ઓફિસ દારૂની હેરાફેરીનું કેન્દ્ર બની, ત્રીજી વાર દારૂ પકડાયો
Vadodara Liquor Crime : વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી કે.પી ટ્રાન્સપોર્ટમાં એક સપ્તાહમાં ત્રીજી વખત દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ ચોકી ઉઠી છે.
હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલી કેપી ટ્રાન્સપોર્ટમાં પહેલા 4.22 લાખની કિંમતની દારૂની 1702 બોટલ મળી હતી. જે માલ હરિયાણાથી આવ્યો હતો. ત્યારબાદ ત્રણ દિવસ પછી 1.63 લાખની કિંમતની 312 બોટલ મળી હતી.
કે.પી ટ્રાન્સપોર્ટમાં પીસીબીએ ફરી એકવાર તપાસ કરતા ઓફિસની સામે મૂકેલી ડોલમાંથી દારૂની 487 બોટલ મળી આવી હતી. જેની કિંમત 2.32 લાખ થાય છે. પોલીસે માલ મંગાવનાર અને માલ મોકલનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.