ટ્રાન્સપોર્ટ માં દારૃની હેરાફેરીઃ હરણીની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસે પીપડામાંથી શરાબની 1702 બોટલ મળી
બૂટલેગરો દ્વારા દારૃની હેરાફેરી માટે પોલીસને ચકમો આપવા અનેક તરકીબો અપનાવવામાં આવતી હોય છે.જે પૈકી ટ્રાન્સપોર્ટના ઓથા હેઠળ દારૃની હેરાફેરી નો એક કિસ્સો બહાર આવ્યો છે.
કોઇને શંકા ના પડે તે માટે ચાર પીપમાં કેમિકલ અને ભુસુ ભરેલું હતું,હરણી પોલીસની કાર્યવાહી
હરણી પોલીસની ટીમ ગઇસાંજે ગોલ્ડન ચોકડી નજીક હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગોલ્ડન ચોકડી થી સુરત તરફ જતા બ્રિજના સવસ રોડ પાસે આવેલા એસીપીએલ ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનની બહાર કેટલાક પીપળા પડયા હતા. પોલીસને શંકા જતા આ પીપળા તપાસ્યા હતા.જેમાં ચાર પીપડામાં રૃ ૧.૭૦ લાખની કિંમતની દારૃની ૧૭૦૨ બોટલ મળી આવી હતી.
દારૃની બોટલો ભરેલા પીપડામાં પ્લાસ્ટિકની કોથળીઓમાં કેમિકલ તેમજ નીચે ભુસુ પણ મળી આવ્યું હતું.જેથી હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સેવાસી રોડ પરરાતે કારમાંથી દારૃ અને ૬.૫૦ લાખ રોકડા સાથે કારચાલક પકડાયો
સેવાસી ચેકપોસ્ટ પાસે ગોત્રી પોલીસ રાતે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાત્રે ૨.૩૦ વાગ્યાના અરસામાં એક કાર ને ચેક કરતાં ડિકિમાં એક થેલામાંથી વિદેશી દારૃની ૯ બોટલ મળી હતી.જ્યારે કારની પાછળની સીટ પર એક સ્કૂલ બેગમાંથી રૃ.૬.૫૦ લાખ રોકડા મળ્યા હતા.જેથી પોલીસે કારચાલક હષલ દીપચંદ ગુપ્તા (પાર્વતીનગર,અક્ષર ચોક પાસે,જૂના પાદરા રોડ)ની ધરપકડ કરી દારૃ,કાર અને રોકડ મળી કુલ રૃ ૧૮.૭૭ લાખની મત્તા કબજે કરી હતી.
સરદાર એસ્ટેટના કારખાનાના નામની બિલ્ટીને આધારે તપાસ
ટ્રાન્સપોર્ટ ઓફિસની બહાર મુકેલા પીપડામાંથી દારૃનો જથ્થો મળતાં પોલીસે મેનેજર સતનામસિંઘની પૂછપરછ કરી હતી. જે દરમિયાન ં મળેલી બિલ્ટીમાં સુપર એન્ટરપ્રાઇઝ સરદાર એસ્ટેટ નું સરનામું લખેલું જણાઈ આવ્યું હતું.પોલીસે મોબાઇલ નંબરને આધારે વધુ તપાસ હાથ ધરી છે.