For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેઘરજના પોલીસ કર્મીઓ દ્વારા દારૂની હેરાફેરીનો મામલો, હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મીઓ સસ્પેન્ડ

આ કેસની સમગ્ર તપાસ DYSP હેડ ક્વાર્ટરને સોંપાવામાં આવી

મેઘરજના માલપુર રોડ પર એક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો

Updated: Mar 8th, 2023



મેઘરજ, 8 માર્ચ 2023 બુધવાર

ગુજરાતમાં ભરૂચમા દારૂ મામલે પોલીસ કર્મીઓ સામે એક્શન લેવામાં આવ્યાં હતાં. હવે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પોલીસ કર્મીઓ દ્વારા દારૂની પાર્ટીને લઈ જિલ્લા પોલીસ વડાએ આકરા પગલાં ભર્યાં છે. મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ કેસની સમગ્ર તપાસ DYSP હેડ ક્વાર્ટરને સોંપાવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે મેઘરજના માલપુર રોડ પર એક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ કાર ચાલકે બાઇકને ટક્કર મારી કારને પંચાલ રોડ પર એક દુકાન આગળ ઊભી રહી હતી. જ્યાં આ કારમાંથી દારૂની પેટીઓ બીજી કારમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત કરનાર કારમાંથી દારૂની પેટીઓ ટ્રાન્સફર કરતા સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી સહિત બે કર્મીઓ કેદ થયા હતા. 

ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અરવલ્લીના મેઘરજમાં પોલીસ દારૂની હેરાફેરીના કરતા હોવાનું ખુલ્યું હતું. પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી દારૂની હેરાફરી કરતાના CCTV સામે આવ્યા હતા. અકસ્માત બાદ દારૂ અન્ય કારમાં ભરી પોલીસકર્મી ફરાર થયો હતો. દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હોવાની પણ વિગત સામે આવી હતી.જિલ્લા પોલીસ વડાએ મેઘરજ પોલીસ સ્ટેશનના  હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી, જતીન રાકેશભાઈ, વિજય ગોબરભાઈને સસ્પેન્ડ કર્યા છે. 

Gujarat