Get The App

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653  બોટલો મળી 1 - image

વડોદરાઃ વડોદરામાં ટ્રાન્સપોર્ટમાં દારૃની હેરાફેરી વધી રહી હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.કારેલીબાગમાં આ પ્રકારનો વધુ એક કિસ્સો  બન્યો છે.જેમાં સુરત-અમદાવાદ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની ૬૫૩ બોટલ મળી આવી છે.

પોલીસના કહ્યા પ્રમાણે,ખાસવાડી સ્મશાન રોડ પર આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગઇકાલે બપોરે મજૂરો પાર્સલ ઉતારી રહ્યા હતા ત્યારે એક પાર્સલમાંથી  લિક્વિડ રેલાતાં દારૃની દુર્ગંધ આવી હતી.જેથી મેનેજર મો.ફારુક ગુલામ રસુલ શેખે કારેલીબાગ પોલીસ સ્ટેશને રૃબરૃમાં પહોંચી જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતાં ઉપરોક્ત ટ્રાન્સપોર્ટની મુંબઇની ઓફિસમાંથી મોકલેલા પાર્સલોમાંથી રૃ.૨.૧૨ લાખની કિંમતની દારૃની ૬૫૩ બોટલ મળી આવી હતી.જ્યારે,૧૯ બોટલ ફૂટેલી હાલતમાં હતી.મુંબઇથી આ પાર્સલ મોકલનાર નું નામ લખેલું નહતું પરંતુ મોબાઇલ નંબર લખેલો હતો.જ્યારે જેને હોમ ડિલિવરી આપવાની હતી તે વ્યક્તિનો પણ માત્ર મોબાઇલ નંબર લખવામાં આવ્યો હતો.

જેથી કારેલીબાગના પીઆઇ એન એમ ચૌધરીએ પાર્સલ પર લખેલા બંને મોબાઇલ નંબરના ધારકો તેમજ આ પાર્સલ ક્યારે પહોંચાડશો તેની તપાસ કરવા માટે સતત કોલ કરનાર મોબાઇલ નંબરના ધારક સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ટ્રાન્સપોર્ટમાં દારૃના અનેક પાર્સલો બારોબાર રવાના થઇ જતા હશે

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હેરાફેરી મોટેપાયે થતી હોવાની આશંકા સેવાઇ રહી છે.કારણ કે વડોદરા  પોલીસે આ  પ્રકારના અડધો ડઝન જેટલા કેસ કર્યા છે.પરંતુ મોટાભાગના કેસો બાતમી મળવાથી કે બોટલ લીકેજ થવાને કારણે થયા છે.જેનો અર્થ બીજા અનેક પાર્સલો બારોબાર વગે થઇ જતા હશે.જેથી દારૃની આવી ડિલિવરી અટકાવવા માટે પોલીસે કડક વલણ અપનાવવું પડશે.

દારૃના પાર્સલનો કોડવર્ડ હેડલાઇટ બલ્બ-350

દારૃના પકડાયેલા પાર્સલ પર હેડલાઇટ બલ્બ-૩૫૦ લખેલું હતું.જેથી આ કોડવર્ડ હોવાનું મનાય છે.આ ઉપરાંત સપ્લાયરે પાર્સલ પર ન્યુ મોર્ડન ટુલ્સ લખી મોબાઇલ નંબર લખેલો હતો.જેથી દારૃની હેરાફેરીમાં કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું મનાય છે.