Gujarat

હરણી-સમા લિન્ક રોડ પાસેથી બિન વારસી કારમાંથી અઢી લાખનો દારૃ મળ્યો

By GS TEAM
11 Jul 20251 min read
હરણી-સમા લિન્ક રોડ પાસેથી બિન વારસી કારમાંથી અઢી લાખનો દારૃ મળ્યો

વડોદરાઃ હરણી-સમા લિન્ક રોડ પાસેથી પોલીસે ગઇરાતે એક બિનવારસી કારમાંથી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો.

વિશ્વામિત્રી બ્રિજ પાસે સ્કૂલની નજીક એક કાર બિનવારસી હાલતમાં હોવાની અને તેમાં દારૃ જેવા બોક્સ દેખાતા હોવાની માહિતી મળતાં ડીસીપી પન્ના મોમાયાની ટીમે તપાસ કરી હતી.

જે દરમિયાન કારમાંથી વિદેશી શરાબની ૧૪૪૦ બોટલ અને બીયરના ૨૯૨ ટીન મળી કુલ રૃ.૨.૫૮લાખનો દારૃ મળી આવ્યો હતો. જેથી હરણી પીઆઇએ ગુનો નોંધી કાર નંબર અને સીસીટીવી ફૂટેજને આધારે ખેપિયાની તપાસ હાથ ધરી છે.