Gujarat

જામનગરમાં મચ્છર નગરના મકાન પર દારૂનો દરોડો : 20 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડાયો

By GS TEAM
16 Apr 20261 min read
TukuTouch Logo
જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 20 નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઈ મકાનમાલિકની અટકાયત કરી લેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં મચ્છર નગરના મકાન પર દારૂનો દરોડો : 20 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડાયો

Jamnagar Liquor Raid : જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 20 નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઈ મકાનમાલિકની અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં મચ્છરનગર શેરી નં.1, રૂમ નં. 146 માં રહેતા શૈલેન્દ્રસિંહ નટુભા જાડેજાના રહેણાંક મકાનમાં સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી હતી.  આ કાર્યવાહી દરમિયાન આરોપી શૈલેન્દ્રસિંહ નટુભા જાડેજા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી 20 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો છે, અને તેની વધુ પૂછપરછ હાથ કરવામાં આવી છે.