Get The App

સરકારી બસમાં દારૂની ખેપ, બસમાંથી ઉતરી રિક્ષામાં બેઠેલા ખેપિયા પાસે દારૂની 23 બોટલ મળી

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી બસમાં દારૂની ખેપ, બસમાંથી ઉતરી રિક્ષામાં બેઠેલા ખેપિયા પાસે દારૂની 23 બોટલ મળી 1 - image


Vadodara Liquor Smuggling : વડોદરા પોલીસને શંકા ન જાય તે માટે સરકારી બસોમાં દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની વિગતોને પગલે પોલીસે એક ખેપિયાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

હરણી પોલીસને ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન એસટી બસમાં દારૂનો જથ્થો લઈને એક ખેપિઓ આવનાર હોવાની વિગતો મળતા પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન સુએજ પંપીંગ સ્ટેશન પાસે એક શખ્સ હાથમાં થેલો લઈને નીચે ઉતર્યો હતો અને રીક્ષામાં એરપોર્ટ સર્કલ થઈ એલ એન્ડ ટી સર્કલ તરફ જવા બેઠો હતો. 

પોલીસે તેનો પીછો કરી એલએન્ડટી સર્કલ પાસે રીક્ષા ઉભી રખાવી ઝડપી પાડતા તેની પાસેથી રૂ.11,500 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂની 23 બોટલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન પકડાયેલા યુવકનું નામ અલ્કેશ રમેશભાઈ ડામોર (સાકરીયા ગામ, ઝાલોદ,જિ. દાહોદ)હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી ખેપ મારી કોને દારૂ સપ્લાય કરતો હતો તે મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.

Tags :