એમપીથી દારૂની હેરાફેરી, બંગલામાં પાર્ક કારમાંથી 3.60 લાખનો દારૂ મળ્યો, ત્રણ પકડાયા
Vadodara Crime : મધ્યપ્રદેશથી વડોદરામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની વિગતોને પગલે પોલીસે વોચ રાખી બાપોદ વિસ્તારના એક બંગલામાં પાર્ક કરેલી કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આજવા રોડ થી બાપોદ જતા વચ્ચે આવેલા ભવન્સ પાર્ટી પ્લોટ નજીક પ્રણવ બંગ્લોઝમાં રહેતો રાકેશ કનોજીયા એમપીથી દારૂ મંગાવતો હોવાની વિગતો મળતા એસઓજીએ વોચ રાખી હતી.
પોલીસે બંગલામાં છાપો મારતા રાકેશ રામદેવભાઈ કનોજીયા (રામેશ્વર નગર પાછળ,પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક) તેમજ તેની સાથે અલીરાજપુરના જેતુસિંગ ધનસિંગ દાવર અને સુરેશ વેચતા ભાઈ દાવર મળી આવ્યા હતા.
પોલીસે બંગલામાં પાર્ક કરેલી મહેન્દ્ર એક્સયુવી તપાસતા અંદરથી રૂ.3.64 લાખની 2700 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ત્રણ મોબાઇલ, સ્કૂટર, કાર અને દારૂ મળી કુલ રૂ.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂ મોકલનાર મધ્યપ્રદેશના ઠેકેદારના મેનેજર કિસન દાવરને વોન્ટેડ જાહેર કર્યો છે.