Get The App

26 હજારનો દારૂ, કાર સહિત 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત : 3 શખ્સ સામે ફરિયાદ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
26 હજારનો દારૂ, કાર સહિત 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત : 3 શખ્સ સામે ફરિયાદ 1 - image

- પાડગોલ પાસે કારમાંથી દારૂની 24 બોટલ સાથે ચાલક પકડાયો

આણંદ : આણંદ એસઓજી પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે નડિયાદ પેટલાદ રોડ ઉપર આવેલ પાડગોલ ગામ નજીક વોચ ગોઠવીને એક કારની ડિકીના પડખામાં છુપાવીને લવાયેલી વિદેશી દારૂની ૨૪ બોટલો સાથે ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નડિયાદ પેટલાદ રોડ ઉપરથી મહેળાવ તરફ જનાર હોવાની માહિતી આણંદ એસઓજીને મળી હતી. પોલીસની ટીમ પાડગોલ ગામ નજીક વોચ ગોઠવતા કાર આવતા પોલીસે અટકાવી હતી. પોલીસે કારની ડિકીમાં તપાસ કરતા પડખામાં છુપાવીને લવાયેલા કાગળમાં વીંટાળેલી વિદેશી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી. ૨૬ હજારથી વધુના દારૂ સાથે 

વાવ થરાદ જિલ્લાનો કાર ચાલક અરવિંદ ત્રીકભાઇ રાજપુત લાવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂપિયા ૩.૪૧.૩૬૦ નો મુદ્દામાલ કબજે લઈ અરવિંદ રાજપૂતની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના શિરોહી ખાતેથી ભરી લાવી બાંધણી ગામના અલ્પેશભાઈ સોલંકી અને ભરત નામના શખ્સોને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેને મહેળાવ  પોલીસના હવાલે કર્યો હતો. મહેળાવ પોલીસે અરવિંદભાઈ ત્રીકમાભાઈ રાજપુત અલ્પેશભાઈ સોલંકી તથા ભરતભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.