Get The App

ભાવનગર જિલ્લામાં અલગ-અલગ 3 સ્થળેથી દારૂ બિયર મળ્યા

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર જિલ્લામાં અલગ-અલગ 3 સ્થળેથી દારૂ બિયર મળ્યા 1 - image


- બાવળિયારી નજીકથી બિયરના 213 ટીન સાથે આઈસરચાલક ઝડપાયોઃ પોલીસે 16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

- લિંબાળા રોડ અને રાજપરા નજીકથી દારૂ, બિયર ભરેલી કાર સાથે 3 ઈસમ ઝબ્બે 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળેથી પોલીસે દારૂની ૪૭૯ બોટલ અને બિયરના ૪૦૫ ટીન સાથે બે કાર અને એક આઈસર ચાલક સહિત ચાર શખ્સને  અંદાજે રૂા.૧૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

ધોલેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર બાવળીયારી નજીક ધોલેરા તરફથી આવતાં જીજે.૦૫.બીએક્સ.૩૬૩૭ નંબરના આઈસરને અટકાવ્યો હતો. અને તેમાં પડેલાં પ્લાસ્ટિકના થેલામાંથી બિયરના ૨૧૩ બિયર કિંમત રૂ.૨,૭૧,૬૦૦ના જથ્થા સાથે અરવિંદ છગનભાઈ ડોડીયા (રહે.સુભાષનગર,સરકારી આવાસ યોજના, ભાવનગર)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેના કબ્જામાંથી મોબાઈલ, આઇસર મળી કુલ રૂ.૧૦,૭૬,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરૂદ્ધ ધોલેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટ તળે ગુનો નોંધ્યો હતો. તો, ઢસા પોલીસે ગઢડા તરફથી આવતી જીજે.૧૮.બીસી.૦૮૯૯ નંબરની કારને લિંબાળા ગામના રોડ નજીક અટકાવી તેમાંથી વિદેશી દારૂની ૨૦૯ બોટલ કિંમત રૂ.૧,૬૮,૬૬૩ અને બિયરના ૧૯૨ ટીન કિંમત રૂ.૧૫,૯૯૫ના જથ્થા સાથે કારમાં સવાર રામ મનુભાઇ ખાચર અને જયરાજ જીલુભાઇ ખાચર (રહે.નોલી,તા. સાયલા)ને કુલ રૂ.૪,૪૯,૩૭૩ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. અને બન્ને વિરૂદ્ધ ઢસા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ તળે ગુનો નોંધાવ્યો હતો. ઉપરાંત, ભાવનગર પોલીસની પ્રોલ ફર્લો સ્કવોર્ડે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર રાજપરા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલી  જીજે.૨૧.એમ.૩૪૮૧ નંબરની કારના ચાલક મિલન ધનજીભાઈ રાઠોડ (રહે.પાળીયાધાર વિસ્તાર, રાજપરા)ની જડતી લીધી હતી.અને કારની તલાશી લેતાં ડીકીમાંથી રૂ.૪૮,૭૦૮ કિંમતની વિદેશી દારૂની ૨૭૦ બોટલ સહિત કુલ રૂ.૧,૫૮,૭૦૮ના મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કારચાલકને દારૂના જથ્થા સાથે સાથે ઝડપી લઈ તેની વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ તળે ગુનો નોંધાવ્યો હતો. 

Tags :