Get The App

પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું

દારૃના માલિકણ જશોદા ઠાકોર નામની મહિલાનો દારૃ ઃ ૨૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું 1 - image

વડોદરા, તા.29 વડોદરા નજીક પોર રમણગામડી ખાતેના ગોડાઉનને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું  હતું. આ ગોડાઉનમાં દારૃના જથ્થા સાથે એક મહિલા સહિત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોર રમણગામડી જીઆઇડીસીના એક પ્લોટના ગોડાઉનમાં વિનુભાઇ શનાભાઇ રાઠોડ (રહે.સાનિધ્ય ડુપ્લેક્સ, સાંઇ ચોકડી પાસે, માંજલપુર) દારૃ મંગાવી ગોડાઉનમાં રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે દરોડો પાડયો  હતો. ગોડાઉનમાં વિનુ રાઠોડ ઉપરાંત શિલા રણજીતસિંહ ડોડીયા (રહે.પ્રધાનમંત્રી આવાસ યોજના, વાઘોડિયા ચોકડી) મળ્યા  હતાં. દારૃના જથ્થાના સંગ્રહ માટે તેઓની પાસે કોઇ લાઇસન્સ પણ ન હતું.

પોલીસે રૃા.૧૭.૭૭ લાખ કિંમતનો દારૃ, ચાર મોબાઇલ અને એક કાર મળી કુલ રૃા.૨૦.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વિનુ રાઠોડની પૂછપરછ કરતાં તેણે દારૃનો જથ્થો સોનલબેન ઠાકોરનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા વિનુ, શિલા ઉપરાંત ફરાર સોનલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.