Get The App

હરણી નજીક કારમાંથી દારૃનો જથ્થા સાથે ખેપિયો પકડાયો,બે વોન્ટેડ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
હરણી નજીક કારમાંથી દારૃનો જથ્થા સાથે ખેપિયો પકડાયો,બે વોન્ટેડ 1 - image

વડોદરાઃ શહેરના હરણી ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારમાં દારૃની હેરાફેરીના અવારનવાર કેસો પોલીસ પકડતી હોય છે.આમ છતાં હજી બુટલેગરોની પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી.

હરણી નજીક પાંજરાપોળ પાસેના ગ્રાઉન્ડમાં પોલીસે ગઇકાલે એક કારમાં તપાસ કરતાં ડિકિમાંથી રૃ.૯૧ હજારની કિંમતની દારૃની ૫૯ બોટલ મળી હતી.પોલીસે દારૃ મંગાવનાર જિતેન્દ્ર ગ્યારસીલાલ જાટ(સરગમ એપાટેમેન્ટ આનંદનગર રોડ,કારેલીબાગ)ની અટકાયત કરી હતી.પૂછપરછ દરમિયાન દારૃનો જથ્થો ઉદેપુરના ગોલુ પંડિત પાસેથી મંગાવી વડોદરાના રાજેશ ગુર્જરને આપવાનો હોવાની વિગતો ખૂલતાં હરણી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

Tags :