Amreli News : અમરેલીના ધારી ગીર પૂર્વના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યુ હતું. વાડી વાસ્તારમાં આવેલા પાણી ભરેલા કુવામાં સિંહબાળ અચાનક પડી ગયું હતું. આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેમાં વન વિભાગની ટીમ તરતજ ઘટનાસ્થળે પહોંચીને સિંહબાળનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ધારી ગીર પૂર્વના કોટડા ગામે 8 માસનું સિંહબાળ કુવામાં ખાબક્યુ હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કર્યું હતું. આ પછી વન વિભાગ દ્વારા સિંહબાળને આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યું હતું. આંબરડી સફારી પાર્કમાં સારવાર દરમિયાન સિંહબાળનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.


