Gujarat

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન

By GS TEAM
26 Apr 20261 min read
બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે  લાઇન

વડોદરા,ઉનાળામાં લોકો સવારથી જ મતદાન માટે પહોંચી ગયા હતા. બપોર પછી કેટલાક મતદાન મથકો એવા હતા કે, જ્યાં મતદારો લાઇનમાં મતદાન માટે ઉભેલા દેખાયા હતા.

સવારથી શરૃ થયેલા મતદાનમાં બપોરે ૧૨ વાગ્યા સુધી મતદારોનો ધસારો હતો. ત્યારબાદ આકરા તાપમાં મોટાભાગે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું.જોકે, કેટલાક સ્થળોએ બપોરે પણ મતદાન માટે લોકોની લાઇન નજરે પડતી હતી. જ્યાં છાંયડાની વ્યવસ્થા હતી. તેવા સ્થળે લોકો બપોરે પણ નજરે પડતા હતા. એમ.ઇ.એસ. સ્કૂલ તથા આયુર્વેદિક કોલેજમાં બપોરે પણ ૩૦ થી ૩૫ લોકો  લાઇનમાં ઊભા  રહેલા નજરે પડતા હતા. કેટલાક મતદાન મથકો પર એકથી વધુ બૂથ  હતા ત્યાં મતદારોને વોટિંગ કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે ધક્કા ખાવા પડતા હતા.